તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરનાં રસ્તાઓ પર આડેધડ ખોદકામથી લોકો ત્રાહિમામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના વિવિધ માર્ગો પર ભૂગર્ભગટરની કામગીરી ચાલી રહી હોવાથી મસમોટા ગાબડા પાડવામાં આવી રહ્યા છે. રોડ વચ્ચે પાડવામાં આવેલ ગાબડા જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે બુરવામાં આવતા નથી જેના કારણે શહેરના માર્ગોની દયનીય હાલત બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પરથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થતા હોય છે. અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્મતનો ભય સેવાઈ રહ્યો છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા રોડ વચ્ચે પાડવામાં આવતા ગાબડાને યોગ્ય રીતે બુરવા અને રસ્તાને સમથળ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.

રોડ પર ગાબડા

રોડ પરનાં ગાબડા બુરવા માંગ કરાઇ.

ખોદકામ કરાયેલા ખાડા યોગ્ય રીતે પૂરવા માંગ

અન્ય સમાચારો પણ છે...