તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગામડાનાં 783 પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરાયો

ગામડાનાં 783 પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારની વિવિધ યોજનાઓ વ્યક્તિલક્ષી લાભોની સાથે લોકોની રજુઆતો પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં ‘સેવા સેતુ’ નામનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત પોરબંદર તાલુકાના ઘેડના ટુકડા (ગોસા) ગામે આજે પોરબંદરના પ્રાંત અધિકારી ચેતન ગણાત્રાની ઉપસ્થિતિમાં ઘેડ વિસ્તારનો ત્રીજો અને આખરી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. વહીવટીમાં પારદર્શકતાની સાથોસાથ લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર ઝડપી નિરાકરણ આવે તે માટે ઘેડના ગોસાબારા, ટુકડા (ગોસા), ગોસા (ઘેડ), નવાગામ (રાજપર) સહિતના ગામના લોકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આવકના દાખલા 114, અન્ય હેલ્થ 74, રેશનકાર્ડ 87, આધારકાર્ડ 70, વાત્સલ્યકાર્ડ 79, પંચાયત વિભાગ-ત.ક.મ. દ્વારા ઈન્સ્યુ કરેલ આવક તથા રહેણાંકના દાખલા 330, પી.જી.વી.સી.એલ. વિભાગના 11, જમીન માપણીના 6 તેમજ વિધવા સહાય અને વૃદ્ધ-નિરાધાર સહાય 1-1 મળીને 783 જેટલી વિવિધ વિભાગને લગતી અરજીઓ મળેલ હતી. ત્યારે સેવા સેતુ કાર્યક્રમમાં લોકો મારફત રજૂ કરવામં આવેલ તમામ 783 જેટલી અરજીઓનો સ્થળ ઉપર હકારાત્મક નિર્ણય કરીને અરજીઓનો ઉકેલ લાવ્યો હતો. ટુકડા (ગોસા) ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પોરબંદરના પ્રાંત અધિકારી ચેતન ગણાત્રા, જિલ્લા વિકાસ અધિકારી નેમા, સમાજ કલ્યાણ અધિકારી પટેલ, મામલતદાર એસ.પી. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી આર.ડી. ચાનપા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને લોકો હાજર રહ્યા હતા.

પ્રાંત અધિકારી સહિતનાં લોકો હાજર રહ્યા. તસ્વીર- વિરમભાઈ આગઠ

લોકોનાં પ્રશ્નોનું ઝડપી નિરાકરણ

પોરબંદરના ઘેડના ટુકડા-ગોસા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...