તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • નવા બેન્ક એકાઉન્ટ ખોલવા માટે આજે મીટીંગનું આયોજન કરાયું

નવા બેન્ક એકાઉન્ટ ખોલવા માટે આજે મીટીંગનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ પૈસાની લેવડ-દેવડ માટે મોટી સંખ્યામાં લોકો પોસ્ટઓફિસ અને બેન્ક ખાતે ઉમટી પડે છે. લાંબી કતારો જોવા મળી રહી છે. 500 અને 1000 ના દરની નોટો જમા કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો બેન્ક ખાતે ઉમટી પડે છે. હાલની પરિસ્થિતિમાં જે લોકોને બેન્કમાં ખાતા નથી તેવા લોકો માટે નવા એકાઉન્ટ ખોલવા માટેની ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

પોરબંદરમાં નોટબંધી બાદ પૈસા જમા કરાવવા માટે બેન્ક અને પોસ્ટઓફિસ ખાતે લોકોની ભીડ જોવા મળી રહી છે. જે લોકોના બેન્કમાં ખાતા નથી તેવા લોકોને નવા ખાતા ખોલવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર દિનેશ પટેલના જણાવ્યા અનુસાર નવા એકાઉન્ટ ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરળતાપૂર્વક લોકોના નવા ખાતા ખૂલી શકે તેની વ્યવસ્થાને લઈને બેન્કના અધિકારીઓ, જી.આઈ.ડી.સી. અને ચેમ્બર સહિતની સંસ્થાના આગેવાનો અને વેપારીઓ સાથેની એક મીટીંગનું આયોજન તા. 26 ને શનિવારે બપોરે 12 કલાકે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર રાત્રીનાં 8 કલાકે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ પર પાબંધી લાદવાની વાત કર્યાનાં 15 દિવસ બાદ પણ બેંકો, પોસ્ટઓફિસોમાં લોકની લાંબી કતારો જોવા મળે છે. લોકોને સરળતાથી પૈસા મળી રહે તે માટે નવા બેંક એકાઉન્ટ ખોલવા કલેકટર દ્વારા ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

બેન્કના અધિકારીઓ, આગેવાનો અને વેપારીઓ સાથે બેઠક યોજાશે

અન્ય સમાચારો પણ છે...