પોરબંદરમાં નેવી વીકની ઉજવણી, કેમ્પમાં 76 લોકોએ રક્તદાન કર્યું
ભારતીયનૌસેના દ્વારા 4 ડિસેમ્બરે નેવી ડે ની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણી અંતર્ગત પોરબંદરમાં આવેલા આઈ.એન.એસ. સરદાર પટેલ નેવલ બેઈઝ ખાતે થેલેસેમીયાપીડીત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં આઈ.એન.એસ. સરદાર પટેલ નેવલ બેઈઝ ખાતે નેવી વીકની ઉજવણીનો પ્રારંભ સમાજસેવા સાથે કરવામાં આવ્યો હતો. આજે થેલેસેમીયાપીડીત બાળકો માટે આશા બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવીના 7 અધિકારીઓ, 54 જવાનો સહિત કુલ 76 લોકોએ રક્તદાન કર્યું હતું. થેલેસેમીયા અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ થેલેસેમીયાપીડીત બાળકોને રક્તનો જથ્થો મળી રહે તે માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો. દેશસેવાની સાથેસાથે નેવીના જવાનો દ્વારા સમાજસેવા પણ કરવામાં આવી રહી છે.
નેવીનાં 7 અધિકારીઓ અને 54 જવાનો જોડાયા
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત પુરૂ પાડવા નેવીનાં અધિકારીઓ જોડાયા.
એકત્રીત કરેલ રક્તને થેલેસેમીયાપિડીત બાળકોને અર્પણ કરવામાં આવશે