તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં સમુહલગ્નોત્સવ અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર યોજાયા

પોરબંદરમાં સમુહલગ્નોત્સવ અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર યોજાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ દ્વારા 9 મા સમુહલગ્ન અને યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન જ્ઞાતિની વંડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 9 જેટલા દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, જ્યારે 7 જેટલા બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.

સાન્દીપનિના ગુરૂજી પ્રવિણભાઈ પંડ્યા તથા ફાલ્ગુનભાઈ મોઢા દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કારની વિધી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાન્દીપનિના પ્રધાનઆચાર્ય બિપીનભાઈ જોષી તથા સ્વામિનારાયણ ગુરૂકુળના સંત હરિપ્રકાશદાસજી, પાટણવાવના મહંત ભગતબાપુ સહિતનાઓએ નવદંપતિ અને બટુકોને આશિર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ મહેતા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ જોષી તથા મંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

9 નવયુગલોનાં પ્રભુતામાં પગલા, 8 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા

ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સાધુ સંતોએ નવયુગલો અને બટુકોને આર્શીવચન પાઠવ્યા હતા. તસ્વીર- કે. કે. સામાણી

અન્ય સમાચારો પણ છે...