તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં કોંગ્રેસ કાર્યકરોનું નોટબંધીને લઈને વિરોધ પ્રદર્શન

પોરબંદરમાં કોંગ્રેસ કાર્યકરોનું નોટબંધીને લઈને વિરોધ પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

જ્યારથી500 અને 1000 ના દરની નોટો રદ કરવામાં આવી છે ત્યારથી સામાન્ય નાગરીકથી લઈને ખેડૂતો પણ મુશ્કેલીઓમાં મુકાયા હતા ત્યારે મુદ્દે દેશભરમાં કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, મુદ્દે પોરબંદરના કમલાબાગ સર્કલ પાસે કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તાઓ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.

તા. 8 નવેમ્બરથી નોટ બંધ થતા લોકો બેન્ક અને પોસ્ટઓફિસોમાં પૈસાની લેવડ-દેવડ કરવા ઉમટી પડ્યા હતા જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તો બીજી તરફ નોટ બંધીને મુદ્દે કોંગ્રેસે પણ સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો છે અને ગુજરાતના અનેક જિલ્લામાં નોટબંધીને જનઆક્રોશ જોવા મળી રહ્યા છે.

પોરબંદરમાં આજે કોંગ્રેસ દ્વારા આક્રોશ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના કમલાબાગ સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રસ્તા ઉપર વાહનો ચક્કાજામ કરી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચારો કર્યા હતા. ત્યારે દેખાવ કરતા કોંગ્રેસના 15 જેટલા કાર્યકરોની પોલીસે અટક કરી હતી.

વિરોધ પ્રદર્શનમાં 15 કાર્યકરોની અટકાયત કરાઇ. તસ્વીર- કે. કે. સામાણી

રસ્તો રોકી કાર્યકરોનો ચક્કાજામ

15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી : આજે બાઈક રેલી યોજાશે

અન્ય સમાચારો પણ છે...