તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરથી માધવપુર હાઈવે પરનો પુલ જર્જરીત હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરથી માધવપુર હાઈવે પર આવેલ ગોસા નજીક અતિશય જર્જરીત પુલનું સમારકામ કરવા સરકારમાં રજૂઆત કરાઈ હતી. પુલ જર્જરીત હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોય મોટી દુર્ઘટના સર્જાય માટે જિલ્લા પંચાયતના પ્રમુખે તાત્કાલીક સમારકામ કરવા માંગ કરી હતી.

પોરબંદર થી માધવપુર હાઈવે પર ગોસાબારા નજીક આવેલ પુલ અત્યંત જર્જરીત છે. પુલ પરથી પસાર થતા વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. પુલ વચ્ચે મોટી તિરાડો નજરે પડી રહી હોય પુલ પર પથ્થરથી દિવાલ ચણવામાં આવી છે. સ્લેપમાંથી પોપડા ખરી ચૂક્યા હોય લોખંડના સળીયા બહાર દેખાઈ રહ્યા છે.

પુલ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે રીતસર ધ્રુજારી થતા પુલ ઝૂલતો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ સહિત ભારે વાહનો સતત પસાર થતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય માટે લોકોને વેઠવી પડતી મુશ્કેલીને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરી પુલના સમારકામ માટે ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હતી.

રાત્રી દરમિયાન વાહનચાલકોને અકસ્માતનો ભય

અન્ય સમાચારો પણ છે...