તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘેડમાં STની અનિયમિતતા બાબતે ઉગ્ર રજૂઆત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘેડમાંબસની અનિયમિતતાને કારણે મુસાફરો -છાત્રોને હાલાકી વેઠવી પડે છે. પોરબંદરથી જૂનાગઢ રૂટ ની બસ સવારે 8:30 વાગ્યે પ્રસ્થાન કરી સવારે 9:30 વાગ્યે ગરેજ પહોંચે છે. પોરબંદરથી બાંટવાની બસ બપોરે 4:30 વાગ્યે સમયસર આવતી નથી જે છેલ્લા 20 દિવસથી એકપણ બસ ટાઈમસર આવતી હોવાના કારણે ઘેડ પંથકના લોકો મુશ્કેલીમાં મુકાય છે તેમજ હાલ મહિયારી હાયર સેકન્ડરી સ્કૂલમાં કાંસાબડ, ભોગસર, છત્રાવા, જમરા વગેરે ગામોના વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરે છે ત્યારે મહિયારીથી બાંટવા આવતી બસ સ્કૂલ છૂટવાના સમયે આવતી હોવાથી વિદ્યાર્થીઓને હેરાનગતી થતી હોવાના કારણે કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રજૂઆત કરી નિયમિત સમય બસ આવવા સહિત બસનો રૂટ લંબાવવા માંગ કરી હતી.

બસની નિયમિતતા જાળવવા -રૂટ લંબાવવા માંગ

અન્ય સમાચારો પણ છે...