તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિશીંગ બોટોને સલામત સ્થળે ખસી જવા તાકિદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયસેનાએ પીઓકેમાં આતંકી કેમ્પોનો ખાતમો બોલાવ્યાં બાદ ગુજરાતનાં પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જાહેર કરી ફિશીંગ બોટોને સલામત સ્થળે ખસી જવા તાકિદ કરાઇ છે. હાલ વેરાવળ માંગરોળ બંદરની 3400 બોટ મધદરિયે હોવાનું જાણવા મળે છે.

પીઓકેમાં સેનાએ આતંકી કેમ્પોનો ખાતમો બોલાવ્યાં બાદ ગુજરાત રાજયનાં પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા પશ્ચિમ દરિયાકાંઠા પર એલર્ટ જાહેર કરી સુરક્ષા વિભાગને દરિયાઇ પેટ્રોલીંગ વધારવાની રાજય સરકારને કેન્દ્રીય ગૃહમંત્રાલયે સુચના આપી છે. રાજયનાં મત્સ્યોદ્યોગ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ વેરાવળ, માંગરોળ, પોરબંદર બોટ એસો. તથા માછીમાર સમાજનાં આગેવાનોને ટેલીફોનિક સુચના આપી દરિયામાં ફિશીંગમાં ગયેલ સલામત સ્થળે ખસી જવા સુચના આપી છે. હાલ વેરાવળ બંદરની 2800 અને માંગરોળ બંદરની 600 બોટ મધદરિયે ફિશીંગ કરી રહેલી હોવાનું જાણવા મળે છે.

જિલ્લાનાં દરિયાકાંઠાનાં વિસ્તારો, ગામો, બંદરોમાં વિશેષ તપાસ સાથે એસઓજી, એલસીબીની ટીમો દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવી રહયું છે એમ પીએસઆઇ ચૌહાણે જણાવ્યું હતું.

સોમનાથ મંદિર આતંકીઓનાં લીસ્ટમાં હોય એસપી ચૌધરીએ ઘોડેસવાર પેટ્રોલીંગ અને નવાબંદર - સોમનાથ મરીન પોલીસને 70 નોટીકલ માઇલ દરિયા કિનારા પર સતત પેટ્રોલીંગ અને દરેક ગતિવિધી પર બાજ નજર રાખવા સુચના અપાઇ છે. તસવીર- રવિ ખખ્ખર

કંટ્રોલરૂમશરૂ, વાયરલેસથી ચેતવણી

મધદરિયેફિશીંગ કરી રહેલી બોટનાં ટંડેલોને વાયરલેસથી સંદેશો પહોંચાડવા માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવી હોવાનું વેરાવળ બોટ એસો.નાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવ્યું હતું. રાજયનાં પશ્ચિમ દરિયા કિનારા તરફ ફિશીંગ કરવા ખાસ ચેતવણી અપાઇ રહી છે.

સોમનાથ મંદિર, દરિયાકાંઠાની સુરક્ષા વધારાઇ

ભારતીય સેનાએ POKમાં ઘુસી આતંકી કેમ્પોનો ખાતમો કરતાં દરિયાઇ સીમાએ એલર્ટ જારી

વેરાવળ અને માંગરોળ બંદરની 3400 બોટ મધદરિયે છે

અન્ય સમાચારો પણ છે...