તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુત્રાપાડા, વેરાવળ પંથકમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ- સુત્રાપાડા- તાલાલા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી વીજ ચોરી અંગે સઘન ચેકિંગની કામગીરી ચાલી રહેલ છે. જેમાં ગુરૂવારે સુત્રાપાડા શહેર તથા તાલુકા વિસ્તારમાં અને વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કચેરીનાં અધિકારીઓની 29 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી કરેલ. જેમાં 533 કનેકશનો ચેક કરતા 105 વીજ મીટરોમાં ગેરરીતિ થતી હોવાનું બહાર આવતા રૂા.12 લાખના બીલો ફટકારેલ છે.

વીજ કચેરીના સુપ્રી. એન્જિ. મોરજરીયાના વડપણ હેઠળ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતની વીજ કચેરીના અધિકારીઓ જુદી-જુદી ટીમો દ્વારા છેલ્લા ચારેક દિવસથી જિલ્લાના મુખ્ય મથક વેરાવળ, સુત્રાપાડા, તાલાલા પંથકમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરેલ છે. જેમાં ગુરૂવારે સુત્રાપાડા શહેર તેમજ કદવાર, લાટી, હરણાસા, આજોઠા, બાદલપરા, કાજલી, સોનારીયા, ભેરાળા, ઇશ્વરીયા, સવની, ગોવિંદપરા, ઇણાજ, મરૂઢા, વાવડી, ડારી, છાત્રોડા, નવાપરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરેલ. જેમાં 533 કનેકશનો ચેક કરતા 105 વીજ મીટરોમાં ગેરરીતિ થતી હોવાનું બહાર આવતા રૂા.12 લાખના બીલો આપેલ હોવાનું નાયબ ઇજનેર એન.યુ.પઠાણે જણાવેલ હતું.

533 પૈકી 105 મીટરોમાંથી ગેરરિતી થતી હોવાનું ખુલ્યું

જિલ્લામાં 4 દિવસથી ચેકિંગ ટીમોનાં ધામા

અન્ય સમાચારો પણ છે...