તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની સ્કુલના છાત્રોની કૃતિ જિલ્લાકક્ષાએ પ્રથમ આવી

પોરબંદરની સ્કુલના છાત્રોની કૃતિ જિલ્લાકક્ષાએ પ્રથમ આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

કુતિયાણાનીબાલા હનુમાન માધ્યમિક શાળાએ તા. 19/9 ના રોજ ત્રિદિવસીય જિલ્લાકક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2016 નું આયોજન થયું હતું. જેમાં જિલ્લાની 55 થી પણ વધુ શાળાઓના બાળવૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી જેમાં પોરબંદરની સેન્ટ મેરીઝ સ્કૂલના બે બાળવૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાના વિભાગ 5 માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કુતિયાણાના બાલા હનુમાન માધ્યમિક શાળાએ ત્રિદિવસીય જિલ્લાકક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2016 નું આયોજન થયું હતું. જેમાં જિલ્લાની 55 થી વધુ શાળાઓના બાળવૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી જેમાં શિક્ષિકા કોમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10 ના બાળવૈજ્ઞાનિક ધ્યેય વારા અને જય બાપોદરા પોતાની કૃતિઓ રજૂ કરી હતી. કૃતિ જિલ્લાકક્ષાના વિભાગ 5 માં પ્રથમ જાહેર થઈ હતી અને હવે તે રાજ્ય કક્ષાએ પોતાની કૃતિઓ રજૂ કરશે. જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ સેન્ટ મેરીઝ સ્કૂલના પ્રિન્સીપાલ સિસ્ટર મારીયાએ તેમજ સ્કૂલ સ્ટાફે વિદ્યાર્થીઓને તેમજ શિક્ષિકાને અભિનંદન આપ્યા હતા.

વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લેવા જશે

કુતિયાણાની બાલા હનુમાન શાળા ખાતે ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

પ્રદર્શન યોજાયું તસ્વીર- કે. કે. સામાણી

વિજ્ઞાન પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...