તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાયામાં મહિલા સંચાલીત જુગારધામનો પર્દાફાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાછાયા વિસ્તારના એક રહેણાક મકાનમાં જુગારની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 4 પુરૂષ અને 2 મહિલા સહિત પોલીસે કિં. રૂા. 55,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોરબંદરના છાયા વિસ્તારના એક રહેણાંક મકાનમાં મકાનમાલિક પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસોને બોલાવીને તિનપત્તીનો જુગાર રમાડતાની બાતમીના આધારે એલ.સી.બી. ના પી.એસ.આઈ. આર.ટી. વ્યાસ સહિતના સ્ટાફે દરોડા પાડી મકાનમાલિક શાંતિબેન કેશુ સરમા, પરબ ઉર્ફે શેટ્ટી વિરમ ઓડેદરા, અરજન માલદે પરમાર, કેશુ પરબત કડછા, લીલા ઉર્ફે રીસા અરજન કારાવદરા અને કિરણબેન જગદીશ ઉર્ફે જગલીલ ખમણ શીયાળને જુગાર રમતા ઝડપી લઈ પોલીસે કુલ રૂા. 55,100 નો મુદ્દામાલ કબ્જે કરી બે મહિલા સહિત 6 સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મકાનમાલિક મહિલા સહિત 6 ને જુગાર રમતા ઝડપી લઈ રૂા. 55,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...