તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડદરમાં દલિત આધેડને માર મારતા સારવારમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઓડદર ગામે રહેતા મેણંદ પુંજાભાઈ સાદીયાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, પોતાની છકડો રીક્ષા લઈ સલાટવાડાના ચોકમાં કાટમાળની ભરતી ભરવા ગયા હતા. તે સમયે વિસ્તારમાં રહેતો અરવિંદ કોળી નામના શખ્સે મેણંદભાઈને પોતાના ઘરેથી ભરતી ભરી જવાનું કહ્યું હતું. આથી કામ પૂરૂં થશે પછી આવીશ તેમ કહેતા અરવિંદે ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અને ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડતા તાત્કાલીક સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને લઈને પોલીસે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...