તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમનગર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાઓમનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટના તાળા તોડી સોનાના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂા. 63,000 નો મુદ્દામાલ ચોરી કરી ગયા છે. પોલીસે ચોરીની ફરીયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

ખાપટ, ઓમનગર સોસાયટીમાં રહેતા કાનાભાઈ ધનાભાઈ બોરસીયાના રહેણાંક મકાનમાં તસ્કરોએ મેઈન દરવાજાનું તાળુ તોડી મકાનની અંદર પ્રવેશી રૂમમાં પડેલ કબાટનો લોક તોડી કબાટમાં પડેલા બે સોનાનો ચેઈન કિં. રૂા. 30,000 તથા અઢી તોલાનો સેટ કિં રૂા. 25,000 તથા એક મોબાઈલ કિં. રૂા. 3000 તેમજ રોકડ કબાટમાં પડેલ રોકડ રૂપીયા 5000 સહિતના કુલ રૂા. 63,000 નો મુદ્દામાલ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. કાનાભાઈને ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને એફ.એસ.એલ. અને ડોગ સ્ક્વોડની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

પરિવાર દેગામ ખાતે વાડીએ ગયો તે દરમિયાન

સોનાના દાગીના, મોબાઈલ અને રોકડ રૂપીયા સહિત કુલ રૂા. 63,000 નો મુદ્દામાલ ચોરી ગયા

અન્ય સમાચારો પણ છે...