તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 2જી ઓક્ટો.ને લઇ કિર્તીમંદિરમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો

2જી ઓક્ટો.ને લઇ કિર્તીમંદિરમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંબીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમીતે મુખ્યમંત્રીના આગમનને લઈ કીર્તિમંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરમાં પ્રાર્થનાસભા, સોવેન્યર શોપનું ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાશે. શહેર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાથી બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરે જન્મદિનની ઉજવણીને લઈને પૂરજોશે તૈયારીઓ ચાલી રહી છે. આગામી 2 જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમીતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે ત્યારે કીર્તિમંદિરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણીને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થનાસભામાં પ્રાર્થના ઉપરાંત પૂજ્ય બાપુને પ્રિય ભજનો અને ધૂનનો કાર્યક્રમ રાખેલ છે તેમજ મુખ્યમંત્રીના હસ્તે સોવેન્યર શોપનું ઉદઘાટન કરવામાં આવશે જેમાં ચરખા, કિચેઈન, પેન, સ્ટેચ્યુ, ટીશર્ટ, કેપ, મગ, ગાંધી સાહિત્ય સહિતનું વેચાણ કરવામાં આવશે. ગાંધીજીના જન્મદિવસ નિમીતે મુખ્યમંત્રીનું આગમન થઈ રહ્યું છે જેની તૈયારીના ભાગરૂપે કીર્તિમંદિરમાં કલરકામ, મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, લાઈટીંગ વ્યવસ્થા વગેરે કામગીરી પૂરજોશે ચાલી રહી છે.

ગાંધીજીનાં જન્મદિનની ઉજવણી નિમીતે સમિયાણા ઉભા કરાયા.

સમિયાણા ઉભા કરવામાં આવ્યા

પ્રાર્થનાસભા, સોવેન્યર શોપનું ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાશે

અન્ય સમાચારો પણ છે...