તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કુણવદર ગ્રામજનોની શૌચાલય બનાવવા પ્લોટ ફાળવણીની માંગ

કુણવદર ગ્રામજનોની શૌચાલય બનાવવા પ્લોટ ફાળવણીની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના કુણવદર ગામે બી.પી.એલ. ની યાદીમાં આવતા લોકોને સરકારી અધિકારીઓએ શૌચાલય બનાવવા દબાણ કર્યું હોવાથી ભાડાના મકાનમાં રહેતા બી.પી.એલ. ધારકોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રજૂઆત કરી વડાપ્રધાન આવાસ યોજનામાં સમાવેશ કરી મકાન માટે પ્લોટ ફાળવવા માંગ કરી હતી.

પોરબંદર તાલુકાના કુણવદર ગામે બી.પી.એલ. યાદીમાં આવતા લોકોને શૌચાલયની સુવિધા હોવાથી સરકારી અધિકારીઓ દ્વારા શૌચાલય બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ગામના બી.પી.એલ. ધારકો માટે રહેણાંકની કોઈ વ્યવસ્થા હોવાથી ભાડાના મકાનમાં રહેશે. જેથી શૌચાલયક બનાવવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતીમાં સરકારી અધિકારીએ શૌચાલય બનાવવા માટે દબાણ કરતા હોવાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા.

ત્યારે શૌચાલય બનાવવા માટે સરકારી અધિકારીઓ દ્વારા ગરીબ પરિવારોને દબાણ કરવું વ્યાજબી નથી. પરંતુ ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને સરકાર દ્વારા પહેલા રહેણાંક માટે મકાનની વ્યવસ્થા કરવામાં આવે તો પરિવારો શૌચાલય બનાવી શકે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રજૂઆત કરી વડાપ્રધાન આવાસ યોજનામાં સમાવેશ કરી પ્લોટ ફાળવવા માંગ કરી હતી. ઉપરાંત સરકાર દ્વારા રહેણાંક માટે મકાનની જોગવાઈ કરી આપવામાં આવે તો તાત્કાલીક શૌચાલય બનાવી શકીએ એવું ગરીબ પરિવારોએ જણાવ્યું હતું.

સરકારી કર્મીઓએ શૌચાલય બનાવવા દબાણ કરતા

ભાડાના મકાનમાં રહેતા બી.પી.એલ. ધારકો દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...