પોરબંદરમાં પર્યાવરણની પાઠશાળા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં 500 છાત્રોને પર્યાવરણ જાગૃતિ વિશે માહિતીગાર કરાયાં

પોરબંદરમાંબર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા પર્યાવરણની પાઠશાળા યોજાઈ હતી. જેમાં સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી, ગોઢાણીયા કોલેજના સ્થાપક ડો. વિરમભાઈ ગોઢાણીયા, કોલેજ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, કોલેજ પ્રિન્સીપાલ ડો. નાગર સહિતના મહાનુભાવોએ પર્યાવરણ વિશે 500 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ચકલીના માળાઓનું પ્રતિકરૂપે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પ્રિન્સીપાલ ડો. નાગર, વાઈસ પ્રિન્સીપાલ કરગથરા, પ્રો. કેતન શાહ, પ્રો. સુલભાબહેન, પ્રો. કીર્તિબેન, ચેતનાબેન બેચરાએ આયોજન કર્યું હતું તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યો નીપાબેન બાપોદરા, પ્રતિભાબેન શાહ, જ્યોતિબેન મસાણી, તૃપ્તિબેન જોષી, દિવ્યાબેન રૂઘાણી, રીનાબેન ઠક્કર, ચાંદનીબેન રાયઠઠ્ઠા અને દિનાબેન ભટ્ટ તેમજ કોલેજના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...