તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં સગીરા પર દૂષ્કર્મ આચરી મકાનમાં ગોંધી રાખી

પોરબંદરમાં સગીરા પર દૂષ્કર્મ આચરી મકાનમાં ગોંધી રાખી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સગીરાના વાલીએ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

પોરબંદરનાનરસંગ ટેકરી ખાડીકાંઠા વિસ્તારમાંથી સગીરાને લલચાવી-ફોસલાવી, લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે સગીરાનું અપહરણ કરી જઈ તેની ઉપર દૂષ્કર્મ આચરી તેને મકાનમાં ગોંધી રાખ્યાની સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરના ઉદ્યોગનગર આશાપુરા ચોક પાસે રહેતો સુરેશ મનસુખલાલ નામનો શખ્સ એક સગીરાને નરસંગ ટેકરી ખાડી વિસ્તાર પાસેથી લલચાવી-ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે, લગ્નની લાલચ આપી તેમના મોટરસાયકલ ઉપર બેસાડી જઈ અપહરણ કરી ગયો છે અને તેના પર દુષ્કમ આચરી તેને એક રહેણાંક મકાનમાં ગોંધી રાખી છે તેમ સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ સામે ગુન્હો નોંધી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોરબંદર શહેરમાં રાત પડીયે આવારા તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે પોરબંદર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવે તેવી શહેરનાં લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...