તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના કુછડી ગામે જાહેર શૌચાલય બનાવવાનો પ્રારંભ

પોરબંદરના કુછડી ગામે જાહેર શૌચાલય બનાવવાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાકુછડી ગામે જાહેર શૌચાલય બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધી રહેલા રોગચાળાને કાબુમાં લાવવા અને સ્વચ્છ ગામ બનાવવાના સંકલ્પ અંગેના નાયબ કલેક્ટર, તાલુકા પ્રમુખ અને ગામના સરપંચ દ્વારા જાહેર શૌચાલય બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશભરમાં ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે જેમાં જાહેર શૌચાલય બનાવવામાં આવે છે. ખૂલ્લામાં જવાનું ટાળવું જેવા ઉદેશથી સરકાર દ્વારા શૌચાલય બનાવવામાં આવે છે. વધી રહેલા રોગચાળાને કાબુમાં લેવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે પોરબંદરના કુછડી ગામે ગ્રામજનો માટે જાહેર શૌચાલય બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રસંગે પોરબંદર જિલ્લા નાયબ કલેક્ટર ગણાત્રા, તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ભુરાભાઈ કેશવાલા, સરપંચ નાગાભાઈ કુછડીયા, તાલુકા પંચાયત સદસ્ય દિલીપ ઓડેદરા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રોગચાળાને કાબુમાં લેવા અને સ્વચ્છ ગામ બનાવવા અંગે કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...