તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • અડવાણા નાગકા પાસે જર્જરીત પુલ માટે રૂા. 1.30 કરોડ મંજૂર

અડવાણા-નાગકા પાસે જર્જરીત પુલ માટે રૂા. 1.30 કરોડ મંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરનાઅડવાણા તથા નાગકા રોડ પર આવેલ જર્જરીત પુલના સમારકામ માટે ધારાસભ્ય અને કેબીનેટના મંત્રી બાબુભાઈ બોખીરીયાની રજૂઆતના પગલે રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ધારાસભ્યના મરામત ફંડમાંથી 1.30 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી. અડવાણા તથા નાગકા રોડ પર આવેલ પુલ જર્જરીત હોવાથી લોકોમાં ભય સેવાઈ રહ્યો હતો. વિસ્તારના લોકોએ ધારાસભ્ય અને કેબીનેટના મંત્રી બોખીરીયાને બાબતે જણાવ્યું હતું. જેથી અતિશય જર્જરીત પુલના સમારકામ માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતના પગલે રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા પુલના સમારકામ માટે રૂા. 1.30 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પુલના સમારકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતા વિક્રમ ઓડેદરા, રમેશ ઓડેદરા, વિરમ કારાવદરા વગેરે ભાજપના આગેવાનોએ બોખીરીયાને અભિનંદન પાઠવ્યા હતા.

માર્ગ મકાન વિભાગ દ્વારા ગ્રાન્ટ મંજૂર કરાઇ

છેલ્લા ઘણાં સમયથી પુલ જર્જરીત હાલતમાં હોવાથી લોકોમાં મોટો અકસ્માત થવાનો ભય સેવાઇ રહ્યો હતો

અન્ય સમાચારો પણ છે...