તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ. બંગાળનાં અસ્થિર મગજના યુવાનનું પરિવાર સાથે મિલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના નવીબંદર નજીક એરડા ગામે એક અજાણ્યો અસ્થિર મગજનો આશરે 21 વર્ષીય યુવાન રખડતો-ભટકતો મળી આવ્યો હતો. એરડા ગામના એક જાગૃત નાગરીક લખમણભાઈ હોટેલવાળાએ તુરંત 100 નંબર પર કંટ્રોલરૂમનો સંપર્ક સાધી યુવાનની જાણ કરી હતી. પોલીસ દ્વારા પુછપરછ કરતા બંગાળી હોવાનું જાણવા મળ્યું હતું.

અસ્થિર મગજનો યુવાન બંગાળી ભાષા બોલતો હોવાથી નવીબંદર ખાતે સ્થાનિક કક્ષાએ મજુરી કરતા બંગાળી મજુરોની મદદ લઈ પુરતી તપાસ કરવામાં આવી હતી. જેથી પશ્ચિમ બગાળના હુગલી જિલ્લા ખાતે આવેલ એકતાપુર તાલુકાનો પ્રશાંત હરૂ સરદાર નામનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત વતનમાંથી લગભગ 10 થી 12 દિવસ પહેલા ગુમ થયેલ હોવાનું જાણ થતાં પી.એસ.આઈ. મકવાણાએ હુગલી જિલ્લાના બીલાગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને તેની મદદથી પરિવારજનોનો સંપર્ક સાધી તેમના માતા-પિતાને બોલાવાયા હતા.

પોલીસે બંગાળી મજૂરોની મદદ લીધી

મરીન પોલીસ સ્ટેશને યુવાનનું પરિવાર સાથે મિલન. તસ્વીર- પરેશ નિમાવત

હુગલી જિલ્લાનો યુવાન 12 દિવસ પહેલાં ગુમ થયો હતો

અન્ય સમાચારો પણ છે...