તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાતડી ગામે ગેરકાયદેસર ખાણ પર તંત્રનાં દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખાણો ઉપર અવારનવાર દરોડા પાડવામાં આવે છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે સાથેસાથે જિલ્લા પોલીસ દ્વારા બનાવવામાં આવેલી એન્ટી ઈલ્લીગલ માઈનીંગ સ્ક્વોડ દ્વારા પણ સમયાંતરે દરોડા પાડવામાં આવે છે. મંગળવારની મોડી રાત્રીના એન્ટી ઈલ્લીગલ માઈનીંગ સ્ક્વોડે દરોડા પાડીને એક ગેરકાયદેસર ખાણ ઝડપી પાડી હતી અને લાખો રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોરબંદરના એન્ટી ઈલ્લીગલ માઈનીંગ સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાતડી નજીક ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણની બાતમીના આધારે પી.એસ.આઈ. વૈભવભાઈ આહિર, કોન્સ્ટેબલ કેશુભાઈ ગોરાણીયા, હરેશભાઈ આહિર, મહેબુબખાન બેલીમ અને અમિતભાઈ અગ્રાવત વગેરે પહોંચી ગયા હતા અને તપાસ કરતા ખાણ ગેરકાયદેસર હોવાની જાણ થતા પોલીસે સ્થળ પરથી 3 પથ્થર કટીંગ મશીન, 1 ડમ્પર, 1 ટ્રેક્ટર, 1 જનરેટર સહિત કુલ રૂા. 8 લાખ 50 હજારનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને અંગેની જાણ ખાણખનિજ ખાતાને પણ કરી દેવામાં આવી છે. ખાણ કેટલા સમયથી ચાલી રહી હતી, તેમજ કેટલી ખનિજચોરી કરવામાં આવી છે તે સહિતની તપાસ હવે ખાણખનિજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.

એન્ટી ઈલ્લીગલ માઈનીંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી

3 પથ્થરકટીંગ મશીન, ડમ્પર, ટ્રેક્ટર સહિત 8 લાખ 50 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

અન્ય સમાચારો પણ છે...