તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુના મનદુ:ખને લઈ યુવાન પર ત્રણ શખ્સોનો હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાવનાણા ટોલનાકા નજીક એક વેપારી યુવાનને જુના મનદુ:ખને લઈને 3 શખ્સોએ ભૂંડી ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી અને છરી વડે ઈજા પહોંચાડી યુવાને પહેરેલી સોનાની વીંટીની લૂંટ કરી હતી. પોલીસે શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના શ્રીજી કૃપા, 13, છાયા પ્લોટ દેવદર્શન એપાર્ટમેન્ટ પાછળ રહેતા પિયુષ નવનીતભાઈ મદલાણી કે જેઓ વેપાર-ધંધા કરે છે. જેમાં પિયુષે બે વર્ષ પહેલા પતંગના સ્ટોલ ઉપર કામ કરવા માટે શખ્સો રાખ્યા હતા. જેમાં રાજુ સુકા ડાભી અને શ્યામ અનિલ દત્તાણી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં શ્યામ અને રાજુ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

જેમાં પિયુષભાઈ રાજુને કોઈ સાથસહકાર નહીં આપતા જેનું મનદુ:ખ રાખી જીજ્ઞેશ શિવગીરી ગોસ્વામી, રાજુ સુકા ડાભી અને અજાણ્યા શખ્સે પિયુષભાઈને ભૂંડી ગાળો બોલી ઢીકા-પાટુનો માર મારી અને જીજ્ઞેશે છરી વડે હૂમલો કરી ડાબા ખંભા ઉપર ઈજા પહોંચાડી પિયુષે પહેરેલી સોનાની વીંટીની લૂટ કરી હતી.

આથી ઈજાગ્રસ્ત બનેલા પિયુષભાઈને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસે ત્રણે શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વનાણા ટોલનાકા નજીકનો બનાવ

3 શખ્સોએ ભૂંડી ગાળો કાઢી, છરી વડે ઈજા પહોંચાડી યુવાનની સોનાની વીંટીની લૂંટ કરી

અન્ય સમાચારો પણ છે...