• Gujarati News
  • વિસાવડા ગામને પુરતું પાણી આપવા તંત્રએ ખાતરી આપી

વિસાવડા ગામને પુરતું પાણી આપવા તંત્રએ ખાતરી આપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીકના વિસાવાડા ગામે છેલ્લા 6 માસથી ગામલોકોને પીવાનું પૂરતું પાણી નહીં મળતું હોવાને કારણે પાણી પ્રશ્ને ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. બાબતે ગ્રામજનોએ આજે રસ્તા રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી વિસાવાડા ગામે દોડી ગયા હતા અને તમામ સ્ટેન્ડપોસ્ટ ઉપર પૂરતું પાણી આપવાની ખાતરી આપતા આંદોલન મોકૂફ રહ્યું હતું.

વિસાવાડા ગામે આમ તો 6 માસથી અપૂરતું પાણી મળતું હોય અને તેમાં પણ 3 માસથી પાણીનો કાપ મૂકતા પ્રજાને પૂરતું પાણી નહીં મળતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. બાબતે અવારનવાર જવાબદાર તંત્રને રજૂઆત કરી છતાં પાણી પ્રશ્નનો નિવેડો આવતો હતો. આથી ગામના આગેવાનોએ સોમવાર સુધીમાં નિયમિત પાણી નહીં મળે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

જેને પગલે તાલુકા વિકાસ અધિકારી વિસાવાડા ગામે સ્થળ ઉપર દોડી ગયા હતા અને સર્કલ ઓફિસરને સ્થળ ઉપર રૂબરૂ બોલાવીને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા જણાવ્યું હતું અને વિસાવાડાના તમામ સ્ટેન્ડ પોસ્ટ ઉપર પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી જેને પગલે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન મુલતવી રાખ્યું હતું. જો કે, તંત્ર દ્વારા પાણી કયારે અપાઇ છે તેની ગ્રામજનો રાહ જોઇ રહ્યા છે.