• Gujarati News
  • યુવાનોનાં \"તમસો મા જ્યોતિર્ગમય\' નાટકથી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા

યુવાનોનાં \"તમસો મા જ્યોતિર્ગમય\' નાટકથી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંબહોળી સંખ્યામાં ખારવાસમાજનો સમુદાય વસવાટ કરે છે. સામાજીક, શૈક્ષણિક અને આરોગ્યક્ષેત્રે સમાજ દ્વારા જાગૃતતા આવી છે. અને જ્ઞાતિની યુવાપેઢીમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે તે માટે શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “તમસો મા જ્યોતિર્ગમય” ના નામથી વિવિધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખારવાસમાજના બાળકોથી લઈને યુવક-યુવતીઓએ કાર્યક્રમમાં સમાજનો વિકાસ શાનાથી ? તે વિષય ઉપર ચોટદાર વક્તવ્ય રજુ કર્યું હતું. તો કાર્યક્રમના પ્રારંભે જ્ઞાતિની બાળાઓએ નૃત્ય સાથે ગણપતિની સ્તુતિ રજુ કરી હતી તો નાટક, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી ખારવાસમાજની ગૌરવગાથાને ઉજાગર કરી હતી તેમજ “તમસો મા જ્યોતિર્ગમય” મુખ્ય નાટકે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિનેશ પટેલ, જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યા, ખારવાસમાજના વાણોટ દિલીપભાઈ લોઢારી તેમજ જ્ઞાતિના અગ્રણીઓ ઉપરાંત દિવાળીબેન નાથાલાલ જુંગી ટ્રસ્ટના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન જ્યોતિબેન પોસ્તરીયા તેમજ તેમની ટીમે સફળતા માટે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન તેજલ લોઢારી, મોહિની વાંદરીયા અને કાજલ ખોખરીએ કર્યું હતું. તકે વક્તૃત્વ સ્પર્ધા, આરતી શૃંગાર, ક્વીઝ કોમ્પીટીશનના વિજેતાઓને સન્માનિત કરાયા હતા. દિનેશભાઈ લોઢારીનું માર્ગદર્શન પ્રેરક બન્યું હતું.

કાર્યક્રમનાં પ્રારંભે નૃત્ય સાથે ગણપતિની સ્તુતિ રજૂ કરાઇ / કે.કે.સામાણી