રનર્સ અપ ટીમે 15,551 ની રકમ સોઢાણાની ગૌશાળાને અર્પણ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સખી કલબની 30 થી વધુ મહિલાઓએ બનાવ્યા ઘેર બનાવી શકાય તેવા ઠંડાપીણા

પોરબંદરનાસોઢાણા ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રનર્સ અપ થયેલી ટીમને મળેલી રૂા. 15,551 ની રોકડ રકમ સોઢાણા ગૌસેવા સમિતિને આપીને ગૌમાતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું જેને સોઢાણા ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

સોઢાણા ગામમાં સ્વ. ઉદય કારાવદરાના સ્મરણાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, તેમાં ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ગઈકાલે સોમવારે યોજાઈ હતી. તેમાં પોરબંદરની વછરાજ ઈલેવન તથા બજરંગ ઈલેવનનો મેચ યોજાયો હતો તેમાં બજરંગ ઈલેવન ટીમ વિજેતા જાહેર થઈ હતી. વિજેતા ટીમને રોકડ પુરસ્કાર રૂા. 33,333 તથા રનર્સ અપને રૂા. 15,551 નું રૂા. નું ઈનામ આપવામાં આવ્યું હતું અને પોરબંદરની વછરાજ ઈલેવન ટીમને મળેલ રૂા. 15,551 ની રકમ સોઢાણા ગૌસેવામાં આવી હતી. સાથે ટુર્નામેન્ટનું એકઠું થયેલું ફંડ પણ ગૌસેવા લાભાર્થે વાપરવામાં આવશે. ક્રિકેટ ખેલાડીઓની ગૌસેવાથી ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી અને કાર્યને બિરદાવ્યું હતું.

નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બજરંગ ઇલેવન ટીમ વિજેતા બની / જીતુકારાવદરા

અન્ય સમાચારો પણ છે...