834 માંથી 519 લોન અરજી નામંજૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં શિક્ષિત બેરોજગાર તેમજ ગ્રામ્ય કારીગરો માટેના સ્વરોજગાર માટેની લોન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અપાવવામાં આવતી હોય છે, જેના કુટીર ઉદ્યોગ વિભાગ અને રોજગારલક્ષી યોજનાઓ માટે બેન્ક લોન આપવામાં આવતી હોય છે જેમાં પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ તાલુકામાં કુલ 834 અરજીઓ લોન માટે કરવામાં આવી હતી જેમાંથી 704 જેટલી લોન માટેની ભલામણ કરવામાં આવી હતી તેમાંથી માત્ર 315 અરજીઓ મંજુર કરવામાં આવી છે.

જિલ્લા ઉદ્યોગમાં વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત લોન માટે કુતિયાણા, રાણાવાવ, પોરબંદરમાંથી 834 જેટલી અરજી કરવામાં આવી હતી જેમાંથી 315 અરજીઓ મંજુર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, પ્રકારની લોન સરકાર બેરોજગારોને કંઇક ધંધો કે નાના-મોટા ઉદ્યોગોની રચના કરી આગળ વધે અને આર્થિક પરિસ્થિત સારી થાય તે માટે આપવામાં આવે છે. પરંતુ અરજીઓ નામંજૂર થતાં પરિસ્થિતી નબળી હોવાથી લોકો ધંધો-રોજગાર નથી કરી શકતા.

પોરબંદર 666, કુતિયાણા 45 અને રાણાવાવ તાલુકામાંથી 123 અરજીઓ આવી હતી / કે.કે.સામાણી

પોરબંદર જિલ્લાસેવા સદન-2 માં જિલ્લા ગ્રામ ઉદ્યોગની કચેરી આવેલી છે પરંતુ કચેરીના રૂમની અંદર નીચેની લાદીની લાઈનો ઉખડી જવા પામી છે અને બહાર રેતીના ઢગ દેખાય રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને કચેરીમાં સાચવવામાં આવતા રેકર્ડ માટેના કોઈ કબાટ કે ફર્નિચર હોવાથી રેકર્ડના પોટલા ધૂળ ખાઈ રહ્યા છે. અંગે કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગને જાણ પણ કરવામાં આવી હોય તેમ જાણવા મળી રહ્યું છે.

જિલ્લા ગ્રામ ઉદ્યોગ કચેરીની બદતર હાલત : ટેબલ પર જોવા મળ્યા ફાઇલોનાં થપ્પા

પોરબંદર જિલ્લામાંવાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત પોરબંદર-666, કુતિયાણા-45, રાણાવાવ-123, આમ કુલ મળી 834 અરજીઓ આવી હતી. જેમાંથી રાષ્ટ્રીયકૃત બેન્કોને 704 અરજીઓ માટે ભલામણ કરવામાં આવી હતી અને 315 જેટલી અરજીઓને મંજુરી આપવામાં આવી હતી.

ક્યા તાલુકામાંથી કેટલી અરજી

અન્ય સમાચારો પણ છે...