રાણીબાગમાં સીસી કેમેરા જરૂરી, દિવાલ પણ નીચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરશહેરમાં આવેલા રાણીબાગમાં બાગમાં ચોરીના બનાવો બનવાનો ભય રહે છે આથી રાણીબાગની અંદર પાછળની બાજુ આખા બાગમાં સીસી ટીવી કેમેરા મુકવાની માંગ અને બાગ ફરતે દિવાલની ઉંચાઈ વધારવા પોરબંદર કોંગ્રેસ અગ્રણીએ નગરપાલિકાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

પોરબંદરના કમલાબાગ અને રૂપાળીબાગનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, તો શહેરનો મુખ્ય રસ્તો ગણાતો સુદામા ચોક નજીક રાણીબાગ આવેલો છે તો ઐતિહાસિક બગીચાનું નવિનીકરણ કરવાની માંગ કરવામાં આવી છે અને બગીચામાં અંધારપટ હોવાથી ચોરી-લૂંટના બનાવવાનો ભય રહે છે જેને લઈને રાણીબાગની અંદર પાછળના ભાગે અને ભાગમાં સીસી ટીવી કેમેરા મૂકવાની માંગ તેમજ રાણીબાગ ઉપર ટાવર ઘડીયાળ ખૂબ જૂની પ્રાચીન ઐતિહાસિક છે. આથી ટાવર ઘડીયાળને ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી અશોક શામજી વારાએ નગરપાલિકાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મુદ્દે શહેરીજનોમાં પણ માંગણી ઉઠવા પામી છે.

કોંગ્રેસ અગ્રણીએ પાલિકાને પત્ર લખી રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...