તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ત્રણ દિવસમાં 211 રોપાનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ, ભાવેશ્વર, હરસિદ્ધિ મિત્રમંડળ દ્વારા આયોજન

પોરબંદરમાંત્રણ દિવસમાં ગણેશ મહોત્સવને લઈને 211 રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. રોપાનું વિતરણ લોહાણા મહાપરિષદ, પર્યાવરણ સમિતિ, ભાવેશ્વર મિત્ર મંડળ તથા હરસિદ્ધિ મિત્રમંડળ ખાખચોક દ્વારા ‘વૃક્ષ વાવો ધરતી બચાવો’ના સુત્રને સાર્થક કરવાનો સહિયારો પ્રયાસ કરેલો છે જેમાં તુલસીજી, બારમાસી, જાસુદ જેવા 211 રોપા વિતરણ કરતા પોરબંદરની ધર્મપ્રેમી જનતાએ પણ પર્યાવરણ બચાવોના અભિયાનમાં જોડાઈ અને રોપાનું જતન કરી ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી છે. પોરબંદરમાં ગણેશ મહોત્સવને લઈને તા. 6,7 અને 8 ના મંગળવાર, બુધવાર અને ગુરૂવાર એમ ત્રણ દિવસમાં કુલ 211 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તુલસીજી, બારમાસી, જાસુદ જેવા 211 રોપાનું વિતરણ કરી પોરબંદરની ધર્મપ્રેમી જનતા પણ પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાઈ અને રોપાનું જતન કરી ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી છે.

કાર્યક્રમને સફળ બનાવવા હરસિદ્ધિ મિત્ર મંડળના મુળુભાઈ ઓડેદરા, સંદીપભાઈ મજીઠીયા, અલ્પેશભાઈ મજીઠીયા, જતીનભાઈ, પંકજભાઈ ચંદારાણા, કેતનભાઈ સામાણી તથા ભાવેશ્વર મિત્રમંડળના અશોકભાઈ ગોહેલ તથા સાથી મિત્રો તેમજ લોહાણા મહાપરિષદના યોગેશભાઈ પોપટ, પ્રકાશભાઈ રૈયારેલા, સંદીપભાઈ ગણાત્રા, વિશાલભાઈ સામાણીએ પૂરા આયોજનની જહેમત ઉઠાવી હતી. અને લોકો પાસે વૃક્ષ બચાવવાનાં સંકલ્પ લેવડાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો