તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • દિનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતી યોજના અને IPDS નો થયો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતી યોજના અને IPDS નો થયો આરંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં દીનદયાળ ગ્રામયોજના માટે રૂા. 10.93 કરોડ ફાળવાયા

પોરબંદરનાખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાજ્યના કેબીનેટમંત્રી દ્વારા અંદાજીત 30 કરોડના ખર્ચે પી.જી.વી.સી.એલ. ની દિનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતી યોજના તથા આઈ.પી.ડી.એસ. નો આરંભ થયો હતો. જ્યોતિગ્રામ યોજના થકી ગામડાઓ સમૃદ્ધ બન્યા છે ત્યારે ગામડાઓને પ્રાથમિક સુવિધા આપવા દિનદયાળ ગ્રામજ્યોતી યોજના માટે રૂપીયા 10.93 તથા આઈ.પી.ડી.એસ. માટે રૂા. 18.88 કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારે પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં પણ 64 કિ.મી. અન્ડર ગ્રાઉન્ડ કેબલ કરવામાં આવશે અને 13 ફીડર મૂકવા સહિતની કામગીરી કરાશે. પોરબંદરમાં કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા પી.જી.વી.સી.એલ. ની દિનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતી યોજના તથા ઈન્ટરગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંદાજીત 30 કરોડના ખર્ચે પી.જી.વી.સી.એલ. ની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દિનદયાળ ગ્રામજ્યોતી યોજના માટે રૂા. 10.93કરોડ તથા આઈ.પી.ડી.એસ. માટે રૂા. 18.88 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી. જ્યોતિગ્રામ યોજના થકી ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવા પી.જી.વી.સી.એલ. ના કામો માટે થયેલ યોજનાનું લોકાર્પણ આપણા સૌ માટે ગૌરવની બાબત છે તેવું બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું. અધિક્ષક ઈજનેર નિમાવતે પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં 13 ફીડરનો સમાવેશ કરી 64 કિ.મી. અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરા, છાયા ન.પા. ના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, કુતિયાણા ન.પા. ના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, અધિક ઈજનેર નિમાવત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.એફ. ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો