તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • મતદારોની નામ નોંધણી અને યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારોની નામ નોંધણી અને યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા. 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથ ધરાશે

ભારતનાચૂંટણી પંચ-નવી દિલ્હી તરફથી તા. 1/1/2017 ની લાયકાતની તારીખના સંદર્ભમાં રાજ્યની તમામ 182-વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીઓ તૈયાર કરવાના હેતુસર ‘ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા’ કરવાનો કાર્યક્રમ-2017 જાહેર કરવામાં આવેલ છે. કાર્યક્રમ તા. 15/9 થી તા. 14/10 સુધી ચાલનાર છે જેમાં તા. 1/1 ની લાયકાતની સ્થિતીએ 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લાયક નાગરીકોના નામનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવનાર છે. ઉપરાંત અત્યારની રહેલ મતદાર યાદીઓમાં ખામીઓ તથા અધુરાશ પરત્વે મતદાર યાદીમાં રહેલ ક્ષતિ દૂર કરવા વિગતવાર આયોજનબદ્ધ કામગીરી થનાર છે.

સિવાય મતદાર યાદીમાં નવા નામની નોંધણી માટે ફોર્મ નં. 6 ભરીને, નામ રદ કરાવવા માટે ફોર્મ નં. 7 ભરીને, વિગતોમાં ફેરફાર, સુધારણા કરવા માટે ફોર્મ નં. 8 રજુ કરવાના રહેશે. પૈકીના કોઈપણ ફોર્મ વેબસાઈટ www.ceo.gujarat.gov.in પર ઓનલાઈન ભરી શકશે. પૈકીના કોઈપણ ફોર્મ મતદાર સુવિધા કેન્દ્ર પર તેમજ બુથ લેવલ ઓફિસર પાસે રજુ કરી શકશે. સદરહું કામગીરી માટે તા. 18/9, તા. 25/9 તથા તા. 9/10 ના દિવસોએ ખાસ ઝુંબેશ અંતર્ગત દરેક મતદાન મથક પર સવારે 10 થી સાંજે 6 સુધી સંબંધીત બુથના બુથ લેવલ અધિકારી હાજર રહેનાર છે જેમને ફોર્મ રજુ કરી શકશે. યોજનાનો લાભ લેવા તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ નાગરીકોએ સહકાર આપવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પોરબંદર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો