તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂગર્ભ ગટર મુદ્દે કોંગ્રેસ ફરી મેદાને પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જવાબદાર અધિકારીઓ, પ્રોજેકટ મેનેજર સામે ફરિયાદની માંગ

પોરબંદરશહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને અનેક વિસ્તારોમાં જુની ગટર યોજનાને નુકસાન થયું છે ઉપરાંત ભાવસિંહજી સરકારી હોસ્પિટલના મુખ્ય ગેઈટની બહાર તથા પાછળની બાજુના પી.એમ. ગેઈટ બન્ને ડ્રેનેજ લાઈનો તોડી નાંખવામાં આવી છે જેને કારણે હોસ્પિટલના ગંદા પાણીનો નિકાલ થતો નથી અને કમ્પાઉન્ડમાં ફરી વળે છે જેને કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

આવી સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં લોકો રોગનો ભોગ બની રહ્યો છે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં મેલેરીયા, ડેન્ગ્યુ, એન્ટરીક ફીવર સહિતના રોગોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. રીતે ભૂગર્ભગટર યોજનાની કામગીરીને કારણે લોકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો હોય જેને લઈને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીતુભાઈ આગઠ સહિતના આગેવાનોએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવી પોલીસ ફરીયાદ અરજી આપી છે કે, ભૂગર્ભગટર યોજનાને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, એલ. એન્ડ ટી. કંપનીના હોલટાઈમ ડાયરેક્ટર, પાલિકાના ચીફ ઓફિસર અને એલ. એન્ડ ટી. કંપનીના પ્રોજેક્ટ મેનેજર સામે આઈ.પી.સી. કલમ 268, 269, 290, 427 તેમજ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ અને ગુન્હાહિત બેદરકારી માટે 279 ની કલમ નીચે ગુન્હો નોંધવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો