તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના ઉદ્યોગનગરમાં યુવાનો વચ્ચે થઇ મારામારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ

ઉદ્યોગનગરનારાજીવનગર, પટેલનગર મકાનમાં રહેતો સિદ્ધાર્થ બાબુ ઝાલાની આશાપુરા ચોકમાં ચાઈનીઝની રેકડી આવેલ છે ત્યારે બે શખ્સો આવી ‘તું અમારી સામે કેમ જોવે છે’ તેમ કહેતા બોલાચાલી થતાં પોરબંદરના ભરત ચાવડા અને દિલીપ પાંડાવદરા ઉર્ફે ગાભુડી તથા એક શખ્સે ભૂ઼ંડી ગાળો કાઢી ઢીકા-પાટુનો માર મારી અને ભરત ચાવડાએ રેકડીમાંથી તળવાનો લોખંડના ઝારા વડે હૂમલો કરતા સિદ્ધાર્થને ડાબા હાથમાં કોણીથી નીચેના ભાગે ઈજા પહોંચાડી હતી.

તેમજ સામેપક્ષે પોરબંદરના ઘાસ ગોડાઉન પાછળ મફતીયાપરામાં રહેતા દિલીપ જેઠા પાંડાવદરા તેમના મિત્રો સાથે સિદ્ધાર્થની ચાઈનીઝ રેકડીએ ખાવા જતાં દિલીપ તથા હર્ષદ રમેશને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અને બોલાચાલી થતાં સિદ્ધાર્થ ઝાલા અને ભાવેશ કેશવાલાએ ભૂંડી ગાળો કાઢી ઢીકા-પાટુનો માર મારી શરીરે મુઢ ઈજાઓ પહોંચાડતા દિલીપને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો