તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસર્જન કરેલી ગણપતિની મૂર્તિઓ સમુદ્રકાંઠે આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ પર પ્રતિબંધની માંગ

પોરબંદરચોપાટી ખાતે પ્લાસ્ટર ઓફ પેરીસની બનેલ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતા મૂર્તિના અવશેષો દરિયાકાંઠે તણાઈ આવ્યા હતા. ગજાનનની પ્રતિમાના અવશેષો સમુદ્રકિનારે તણાઈ આવતા લોકોમાં રોષ પ્રસરી ઉઠ્યો હતો અને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવવા પ્રતિબંધ મૂકવા તથા નગરપાલિકા દ્વારા તણાઈ આવેલ અવશેષોને સમુદ્રમાં પધરાવવા લોકમાંગ ઉઠી હતી.

પોરબંદરની ચોપાટી ખાતે ગઈકાલે ગજાનનની નાની-મોટી 500 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલ મૂર્તિઓનું સમુદ્રમાં વિસર્જન કરતા દરિયાના મોજા સાથે મૂર્તિના અવશેષો કિનારે તણાઈ આવ્યા હતા જેથી લોકોમાં પણ રોષ પ્રસરી ઉઠ્યો હતો અને નગરપાલિકા દ્વારા તણાઈ આવેલ અવશેષોને સમુદ્રમાં પધરાવવા માંગ ઉઠી હતી. તેમજ પ્લાસ્ટીક ઓફ પેરીસથી બનેલ મૂર્તિઓના કારણે સજીવ સૃષ્ટિને નુકસાન થાય માટે ગજાનની મૂર્તિ માટીમાંથી બનાવવા માંગ ઉઠી હતી. ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતા દરિયાના મોજાનો રંગ પણ બદલાઈ ગયો હતો જ્યારે મૂર્તિનું વિસર્જન થયું ત્યારે લાલ રંગના મોજા ઉછળતા જોવા મળ્યા હતા તેથી દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

સમુદ્રમાં મૂર્તિઓ પધરાવવા લોકોની માંગ. તસ્વીર- કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો