તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપાટી પર બગીચાઓનું નિકંદન નીકળી ગયું : રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે વર્ષ પહેલા બનેલો બગીચો હતો હતો થઇ ગયો

પોરબંદરશહેરમાં દરિયાકાંઠે આવેલ ચોપાટી બે વર્ષ પહેલા અદ્યતન સુવિધાથી સજ્જ હતી. ચોપાટી પર બગીચો, લસરપટ્ટી, હીંચકા, બેસવાના બાંકડા, બાળકો માટે રમતગમતના સાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન ચોપાટી ખાતે આવેલ બગીચાની તમામ સુવિધાનું નિકંદન નીકળી ગયું છે. પોરબંદર ગાંધીભૂમિ તથા સુદામાનગરી હોવાથી દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે.

શહેરીજનો પણ ચોપાટી ખાતે બાળકો સાથે આવી અનેરો આનંદ માણતા હોય છે અને દેશ-વિદેશમાંથી આવતા ટુરીસ્ટો પણ ચોપાટીની મુલાકાત લઈ સમુદ્રનો અનેરો નજારો નિહાળતા હોય છે ત્યારે ચોપાટી ખાતે બગીચા સહિત તમામ સુવિધાનું નિકંદન નીકળી ગયું હોવાથી પોરબંદર દરિયાકાંઠે આવેલ ચોપાટી વિકાસની ઝંખના કરે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ચોપાટી ખાતે બગીચા સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરવા શહેરીજનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો