તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર ઘોડા કાદવમાં ફસાયા 4 કલાકની જહેમતે બહાર કાઢ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકોએ ફાયર બિગ્રેડને જાણ કરતા રેસ્કયુ હાથ ધરાયું

પોરબંદરશહેરમાં સુભાષનગરમાં આવેલ ખારા વિસ્તારમાં ગઈકાલે 4 ઘોડાઓ કાદવમાં ફસાઈ ગયા હતા. વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં કામ કરતા લોકોએ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા તાત્કાલીક ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો સહિત ફાયરબ્રિગેડના જવાનોએ રેસક્યુ હાથ ધરી 3 થી 4 કલાકની જહેમત બાદ કાદવમાં ફસાયેલ ઘોડાઓને બહાર કાઢ્યા હતા.

પોરબંદર શહેરમાં સુભાષનગરમાં આવેલ ખારા વિસ્તારમાં ગઈકાલે 4 ઘોડાઓ કાદવમાં ફસાઈ ગયા હતા. ઘોડાઓ કાદવમાંથી બહાર નીકળવાની મથામણ કરતા હતા. ત્યારે વિસ્તારમાં આવેલ ફેક્ટરીના લોકોની નજર કાદવમાં ફસાયેલ ઘોડા પર પડી હતી જેથી અહીં જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઘોડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે લોકોએ ફાયરબ્રિગેડને બાબતે જાણ કરતા તાત્કાલીક ફાયરવિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકો સહિત ફાયર વિભાગના જવાનોએ કાદવમાં ફસાયેલ ઘોડાઓને બહાર કાઢવા માટે રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્રણથી ચાર કલાકની જહેમત બાદ 4 ઘોડાઓને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો