તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર અદ્યતન બસ સ્ટેન્ડનું નિર્માણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10 પ્લેટફોર્મ, કેન્ટીન, 3 સ્ટોલ, વિદ્યાર્થીઓને પાસ કાઢવા માટે કોમ્પ્યુટરાઈઝ સુવિધા

પોરબંદરશહેરમાં એસ.ટી. બસ સ્ટેશનનું નવનિર્માણ થયું છે. હાલ બેનરો, પોસ્ટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. બસ સ્ટેશન અદ્યતન સુવિધાથી સજ્જ બન્યું છે ત્યારે નગરજનો આતુરતાપૂર્વક બસ સ્ટેશનના લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે.

પોરબંદર શહેરના એસ.ટી. બસ સ્ટેશનનું અદ્યતન સુવિધાઓ સાથે નવું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 10 પ્લેટફોર્મ, કેન્ટીન, 3 સ્ટોલ, વિદ્યાર્થીઓના પાસ કાઢવા કોમ્પ્યુટરાઈઝ, અપંગ માટે સેનેટરી બ્લોક સહિત આર.સી.સી. કમ્પાઉન્ડથી સજ્જ બસસ્ટેશનની સુવિધા ઉપલબ્ધ છે.

ઉપરાંત ડ્રાઈવર, કંડક્ટર અને લેડીઝ સ્ટાફ માટે રેસ્ટરૂમની સુવિધા કરવામાં આવી છે અને એસ.ટી. વિભાગના ક્લાસ વન તથા ક્લાસ ટુ અધિકારી માટે ક્લાસરૂમની વ્યવસ્થા કરાઈ છે.

હાલ બસ સ્ટેશનમાં બેનર અને પોસ્ટર લગાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે નગરજનો, મુસાફરો અને વિદ્યાર્થીઓ અદ્યતન સુવિધાથી સજ્જ બસ સ્ટેશનના લોકાર્પણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

દિવ્યાંગો માટે સેનેટરી બ્લોકની વ્યવસ્થા

બસ સ્ટેન્ડમાં બેનર અને પોસ્ટર લગાડવાની કામગીરી શરૂ. તસ્વીર- કે.કે.સામાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો