તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ભોમીયાવદર ગામે પાણી પીવા આવેલો શખ્સ સોનાની માળા ચોરી ગયો, રાવ

ભોમીયાવદર ગામે પાણી પીવા આવેલો શખ્સ સોનાની માળા ચોરી ગયો, રાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60 હજારની માળાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ દાખલ

પોરબંદરનજીક આવેલા ભોમીયાવદર ગામે એક શખ્સ પાણી પીવાના બહાને ઘરે આવ્યો હોય તે દરમિયાન ગણેશ ઉત્સવમાં જવા માટે મહિલા તેમની દીકરીને સોનાના દાગીના પહેરાવી તૈયાર કરતી હોય સમયે બાજુમાં પડેલી સોનાની માળા શખ્સ નજર ચૂકવી ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંગે પોલીસમાં ફરિયાદ નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે. શખ્સને પકડવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદર તાલુકાના ભોમીયાવદર ગામે રહેતા વેજાભાઈ પરબતભાઈ કારાવદરાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતો રણમલ દેવા ગોરાણીયા નામનો શખ્સ પાણી પીવાનું બહાનું કરી તેમના ઘરે આવ્યો હોય અને વેજાભાઈની પત્ની વનિતાબેન તેમની દીકરી કાજલને ગણેશ ઉત્સવમાં રાસ રમવા માટે સોનાના દાગીના તથા ખોટા દાગીના ડબરામાં રાખી તૈયાર કરતી હોય ત્યારે શખ્સે યુવાન અને તેમની પત્નીની નજર ચૂકવી ડબરામાંથી સોનાની પારાવાળી માળા વજન આશરે 3 તોલા, કિં. રૂા. 60,000 ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...