• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ભાણવડ નજીકના વર્તુ 2 ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ભાણવડ નજીકના વર્તુ-2 ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીકના બરડાપંથક માટે ભાણવડ નજીકનો વર્તુ-2 ડેમ આશિર્વાદ સમાન છે. વિસ્તારના ગામડાઓને વર્તુ-2 ડેમમાંથી સિંચાઈનું પાણી પૂરૂં પાડવામાં આવે છે અને જળાશયોમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે પાણી બરડાપંથકના ગામોમાંથી પસાર થતી વર્તુ નદીમાં આવે છે. ભાણવડ તેમજ આસપાસના વિસ્તારોમાં થયેલા સારા વરસાદને કારણે વર્તુ-2 ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યારે ડેમમાં વધુ પડતી પાણીની આવક થાય તે પૂર્વે તેમજ ડેમમાં 75 ટકા પાણી ભરાયેલું છે ત્યારે હાલ 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો હતો અને અંદાજે 500 થી 600 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા વર્તુ નદીના પાણીમાં વધારો થયો છે.

વર્તુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. તસ્વીર: જીતુ કારાવદરા

એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો : સોરઠી નદીમાં પાણી આવ્યું

અન્ય સમાચારો પણ છે...