તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના 40 ATM માં નાની નોટો મૂકવા રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના40 એ.ટી.એમ. માં નાની નોટો મુકવા રજૂઆત કરવામાં આવી હતી. વેપારી સહિત ગૃહિણીને પારાવાર હાલાકી વેઠવી પડી રહી હોવાના કારણે નાની નોટ મૂકવા માંગ કરવામાં આવી હતી.

500 અને 1000 ની નોટબંધીના કારણે લોકોને મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે પોરબંદરના એ.ટી.એમ. માં હાલ છુટા પૈસા નિકળતા નથી. મોટાભાગના એ.ટી.એમ. બંધ હોય છે અને જે એ.ટી.એમ. ચાલે છે તેમાં માત્ર 2000 ની નોટો નીકળતી હોવાથી ગરીબ તથા મધ્યમવર્ગના લોકોના વ્યવહારો ખોરવાયા છે. ખરીદી કરવા માટે જાય ત્યારે એક થી વધારે દુકાનોની ચક્કર લગાવવી પડી રહી છે તો પણ છુટા મળતા હોવાથી મુશ્કેલી વેઠવી પડે છે.

છુટા પૈસાના અભાવે ગૃહિણીઓને મોટા પાયે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત દુકાનદારોને પણ છુટા પૈસાના અભાવે મોટાભાગના ગ્રાહકોને ખરીદી કર્યા વગર ના છૂટકે પાછા મોકલવા પડે છે. પોરબંદરની દરેક બેન્કોમાં રૂા. 10, 20, 50 અને 100 ની નોટનો સ્ટોક ખલાસ થઈ ગયેલ છે. બેન્કમાં પૈસા લેવા જઈએ ત્યારે 2000 ની નોટ આપવામાં આવે છે જેથી બ્રહ્મસમાજના મહિલા અગ્રણી ક્રિષ્નાબેન ઠાકર દ્વારા રજૂઆત કરી એ.ટી.એમ. માં નાની નોટ મૂકવા માંગ કરાઈ હતી.

શાકભાજીની લારીઓના લગાવવા પડે છે ચક્કર !

પોરબંદરશહેરમાં એ.ટી.એમ. અને બેન્કો દ્વારા 2000 ની નોટ આપવામાં આવતી હોવાથી ગૃહિણીઓને પ્રોવિઝન સ્ટોર તથા શાકભાજીની લારીઓના ચક્કર લગાવવા પડે છે. છતાં 2,000 ની નોટના છુટા મળતા ખરીદી કરવા માટે મોટી મુશ્કેલી વેઠવી પડી હોવાથી તાત્કાલીક નાની નોટો આપવા ગૃહિણી દ્વારા માંગ કરાઈ હતી.

મોટાભાગનાં ATM બંધ, છૂટા પૈસા મળતા નથી, વેપારી સહિત ગૃહિણીને હાલાકી વેઠવી પડી રહી છે

અન્ય સમાચારો પણ છે...