તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનિજ વિભાગમાં મુખ્ય 32, ગૌણ 162 અરજીઓ પેન્ડીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં આવેલી જિલ્લા સેવા સદન કચેરીમાં આવેલ ભુસ્તર શાસ્ત્રીની ઓફિસમાં ખાણ ખનિજ વિભાગમાં મુખ્ય 32 અને ગૌણ 162 અરજીઓ પેન્ડીંગ જોવા મળી રહી છેે.

પોરબંદર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ નીકળે છે. ખાણખનિજમાં મુખ્ય બે વિભાગો આવે છે મુખ્ય વિભાગ કે જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં લાઈમસ્ટોન અને બોક્સાઈટ નો સમાવેશ થાય છે તેમજ ગૌણ વિભાગે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં બિલ્ડીંગ માટે પથ્થરો, રેતી, ચોક નો સમાવેશ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં આવેલ સેવા સદનની અને ભુસ્તર શાસ્ત્રીની ઓફિસમાં મુખ્ય 32 અને ગૌણ 162 અરજીઓ પેન્ડીંગ જોવા મળી રહી છે. જિલ્લામાં મુખ્ય 121 અને ગૌણમાં 391 ખાણખનિજને મંજુરી આપવામાં આવેલ છે. ખાણખનિજ વિભાગ દ્વારા મુખ્ય વિભાગમાં 8 રૂપીયા રોયલ્ટી ટેક્સ લેવામાં આવે છે તેમજ ગૌણ વિભાગમાં બિલ્ડીંગ લાઈન રૂા. 50, કાળો પથ્થર રૂા. 45, રેતી રૂા. 40, સાદી માટી રૂા. 25, ચોક રૂા. 95 સહિતના રોયલ્ટી ટેક્સ લેવામાં આવે છે.

પોરબંદર જિલ્લામાં ભુસ્તર વિભાગની કચેરીમાં મુખ્ય 121 અને ગૌણમાં 391 અરજીઓ મંજુર

અન્ય સમાચારો પણ છે...