તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગોસા ગામે બેંકમાં પૈસા લેવા ગયેલા ખેડૂત બેભાન થઇ ગયા

ગોસા ગામે બેંકમાં પૈસા લેવા ગયેલા ખેડૂત બેભાન થઇ ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ શહેર ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાં આવેલી બેન્કોમાં પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પોરબંદર નજીકના ગોસા ગામે બેન્કમાં પૈસા લેવા માટે આવેલા એક ખેડૂત એકાએક બેભાન બની ગયા હતા અને તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગોસા ગામે આવેલી બેન્ક ઓફ બરોડામાં ઘેડના 22 ગામોના અંદાજે 7000 એટલા એકાઉન્ટ આવેલા છે. નોટબંધી બાદ મોટી સંખ્યામાં લોકો પૈસાની લેવડદેવડ કરવા માટે ઉમટી પડે છે. આથી ગ્રામ્યવિસ્તારના આગેવાનો અને બેન્ક દ્વારા એવું નક્કી કરાયું હતું કે, દરરોજ નિયત કરેલા ગામોના લોકો પૈસાની લેવડદેવડ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજે ભડ ગામના લોકોનો વારો હોય અને લાખાભાઈ ગાંડાભાઈ નામના ખેડૂત બેન્કમાં પૈસા લેવા માટે આવ્યા હતા તે દરમિયાન તેઓને એકાએક ગભરામણ શરૂ થઈ ગઈ હતી અને બેભાન થઈ જતાં તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, નિયત કરેલી 24,000 ની રકમને બદલે બેન્ક દ્વારા 6 થી 8 હજાર જેટલી રકમ આપવામાં આવે છે જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ બેન્ક એવું જણાવી રહી છે કે, પૂરતા પૈસા ફાળવવામાં આવી રહ્યા નથી જેને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે.

લોકોને 24 હજારને બદલે 6 થી 8 હજાર જેટલી રકમ અપાઇ રહી છે

અન્ય સમાચારો પણ છે...