તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વર્તુ 2 ડેમની કેનાલમાંથી સિંચાઈ માટે 6 વખત પાણી આપવા માંગ

વર્તુ-2 ડેમની કેનાલમાંથી સિંચાઈ માટે 6 વખત પાણી આપવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં આવેલ વર્તુ-2 ડેમ આજુબાજુના ઘણા ગામોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડે છે અને સરકાર દ્વારા શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે 4 વખત પાણી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતો દ્વારા 6 વખત પાણી આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

વર્તુ-2 સિંચાઈ યોજના ભાણવડ તાલુકા અને પોરબંદર તાલુકાના ગામોને સિંચાઈ આપવામાં આવે છે જેમાં પોરબંદરના ગામડાઓના ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે 4 વખત પાણી સિંચાઈ આપવામાં આવે છે અને અમુક ટકા પાણી વેડફાઈ જાય છે. વર્તુ ડે ભોમિયાવદર, પારાવાડા, સોઢાણા, અડવાણા, ઈશ્વરીયા સહિતના ઘણા ગામોને સિંચાઈ માટે પાણી પૂરૂં પાડવામાં આવે છે.

ખેડૂતો દ્વારા ધાણા, જીરૂ, ઘઉં અને જુવાર સહિતના શિયાળુ પાક લેવામાં આવે છે પરંતુ વર્તુ-2 સિંચાઈ યોજના દ્વારા 4 વખત પાણી આપવામાં આવે છે જેથી ખેડૂતો શિયાળુ પાકનું ઉત્પાદન પૂરતું લઈ શકતા નથી ત્યારે ભોમિયાવદર, સોઢાણા, પારાવાડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા સિંચાઈ યોજનામાં 6 વખત પાણી આપવાની માંગ સાથે આજે કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પૂરતું પાણી આપે તો પાકને ફાયદો થશે

પોરબંદરકલેક્ટરની કચેરીએ રજૂઆત કરવા આવેલા વેજા કારા કારાવદરા જણાવ્યું હતું કે, ડેમમાંથી અમુક ટકા પાણી વેડફાઈ જાય છે અને ખેડૂતોને શિયાળુ પાકસિંચાઈ માટે 4 વખત પાણી આપવામાં આવે છે પરંતુ શિયાળુ પાકનું પૂરતું ઉત્પાદન થતું નથી ત્યારે સિંચાઈ યોજનામાં 6 વખત પાણી આપવામાં આવે તો પાકનું સારૂં એવું ઉત્પાદન થઈ શકે.

અડવાણા, સોઢાણા, ભોમિયાવદર સહિતને પાણી પૂરૂં પાડતા

ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...