તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

149 ગ્રા. પં. પૈકી 132ની 27 ડિસેમ્બરે ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં પક્ષની તાણખેંચ નથી જોવા મળતી, પણ સ્થાનિક સબંધોને લઈને ચૂંટણી લડાય છે

રાજ્યભરનીગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ઘણા લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અંતે આજે રાજ્યના ચૂંટણીપંચે ગ્રામપંચાયતની ચૂંટણીઓ જાહેર કરી છે, આગામી તા. 27 ડિસેમ્બરના રોજ ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજાશે. આજે જાહેરાત થતાની સાથે ગ્રામ્યવિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 149 પૈકી 132 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.

પોરબંદર સહિત રાજ્યભરની ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ઘણા દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી ક્યારે જાહેરનામું પ્રસિદ્ધ થશે ક્યારે મતદાન થશે તે સહિતની ચર્ચાઓ થઈ રહી હતી. અંતે આજે રાજ્યના ચૂંટણીપંચે ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર કરી છે.

પોરબંદર જિલ્લાની 149 પૈકી 132 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં પોરબંદર તાલુકાની 66, રાણાવાવ તાલુકાની 26 અને કુતિયાણા તાલુકાની 40 ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે. ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્યવિસ્તારોમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. સરપંચથી લઈને સદસ્યોની પેનલ ગોઠવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગ્રામપંચાયતની ચૂંટણીઓ પણ હવે રસપ્રદ બની રહી છે. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણીમાં પક્ષની તાણખેંચ જોવા મળતી નથી પરંતુ સબંધોને લઈને ચૂંટણી લડવામાં આવતી હોય છે. નાની એવી ગ્રામપંચાયતોમાં પણ પેનલ ગોઠવવા માટે અત્યારથી કવાયતો શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં પણ વિકાસના કામોને લક્ષ્યમાં રાખવામાં આવે છે અને સરપંચની ચૂંટણી એકંદરે ગામડાઓમાં રસપ્રદ બની રહેશે.

ગ્રા.પં.ને સમરસ બનાવવા પ્રયાસ હાથ ધરાશે

પોરબંદરજિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં કેટલીક એવી પણ ગ્રામપંચાયતો છે કે જે સમરસ બને છે. ગામમાં એકતા અને સંપ જળવાઈ રહે તે માટે ગ્રામપંચાયતની ચૂંટણી યોજાય અને સમરસ બને તે દિશામાં પણ કેટલાક ગામડાઓમાં પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું કહેવાય છે. સમરસ થવાને કારણે ગ્રામપંચાયતોને સરકાર તરફથી પણ ભૂતકાળમાં પુરસ્કારો મળેલા છે. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પોરબંદર તાલુકાની 66, રાણાવાવની 26 અને કુતિયાણાની 40 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગરમાવો

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય તથા મધ્યસ્થ સત્ર ચૂંટણીની જાહેરાત

અન્ય સમાચારો પણ છે...