તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • માજી સ્વર્ગસ્થ સૈનિકોના પુત્રો માટે સોલ્જર ભરતીમેળો યોજાશે

માજી સ્વર્ગસ્થ સૈનિકોના પુત્રો માટે સોલ્જર ભરતીમેળો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્ટીલરીરેજીમેન્ટમાં ફરજ બજાવેલ માજી સ્વર્ગસ્થ સૈનિકોના પુત્રો માટે યોજાનાર સોલ્જર (જીડી તથા ટ્રેડ્સમેન) ના ભરતીમેળાનું આયોજન હેડ ક્વાર્ટર આર્ટીલરી સેન્ટર નાસિક ખાતે આગામી તા. 3 થી 5 ઓક્ટોબરના કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેનાર આર્ટીલરી રેજીમેન્ટમાં ફરજ બજાવતા માજી સ્વર્ગસ્થ સૈનિકોના પુત્રોએ સંપૂર્ણ પ્રમાણપત્રો સહિત વિગતો સાથે ઉપસ્થિત રહેવા રાજકોટના લેફ. કર્નલે અનુરોધ કર્યો હતો.

આર્ટીલરી રેજીમેન્ટમાં ફરજ બજાવતા માજી સ્વર્ગસ્થ સૈનિકોના પુત્રો માટે સોલ્જર (જીડી તથા ટ્રેડ્સમેન) ના ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતીમેળો હેડ ક્વાર્ટર આર્ટીલરી સેન્ટર નાસિક કેમ્પ ખાતે આગામી 3 થી 5 ઓક્ટોબરના યોજાશે. જેમાં ભાગ લેનાર આર્ટીલરી રેજીમેન્ટમાં ફરજ બજાવતા માજી સ્વર્ગસ્થ સૈનિકોના પુત્રોએ સંપૂર્ણ પ્રમાણપત્રો સહિત વિગતો સાથે ઉપસ્થિત રહેવા રાજકોટના લેફ. કર્નલ અનિલ ચારણે અનુરોધ કર્યો હતો. ઉપરાંત વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ તથા પુનર્વસવાટ કચેરી, રાજકોટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

નાસિક ખાતે આગામી તા. 3 થી 5 ઓક્ટોબરના આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...