ફ્લાયઓવરને પૂ. માલદેવ રાણા કેશવાલા નામ આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાકલાગુરુ તેમજ પ્રથમ ધારાસભ્ય સર્વસમાજના હ્રદયસ્થ સ્થાન ધરાવનાર માલદેવ રાણા કેશવાલાનું નામ ફ્લાયઓવરને આપવા માંગ કરાઈ છે. મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં પ્રતિમા મુકવામાં આવી છે ત્યારે પોરબંદર ક્યારે નોંધ લેશે ωતેવું રાજુ ઓડેદરાએ જણાવ્યું હતું. ઉપરાંત મહેર સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ તથા સામાજીક સંસ્થાઓને નામકરણ માટે આગળ આવવા જણાવ્યું હતું. નવનિર્મીત ફ્લાયઓવર બ્રીજનું નામકરણ કરી માલદેવ રાણા કેશવાલા નામ આપવા રાજુભાઈ ઓડેદરાએ માંગ કરી હતી. કલાગુરૂ પ્રખ્યાત ચિત્રકાર, આરઝી હુકૂમતના સેનાપતિ, ધર્મરક્ષા કાજે શસ્ત્ર ઉપાડનાર તેમજ પોરબંદરના પ્રથમ ધારાસભ્ય માલદેવ રાણા કેશવાલાની પ્રતિમા મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં મુકાઈ ત્યારે પોરબંદર ક્યારે નોંધ લેશે તે માટે મહેર સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સામાજીક સંસ્થાઓને નવનિર્મીત ફ્લાય ઓવર બ્રીજનું નામકરણ કરી માલદેવ રાણા કેશવાલાના નામથી જોડવા આગળ આવવા માટે આહવાન કરાયું હતું.

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં પ્રતિમા મુકાઈ પણ પોરબંદર ક્યારે નોંધ લેશે ? : રાજુ ઓડેદરા

અન્ય સમાચારો પણ છે...