પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોકરગામમાં પોલીસે એક અવાવરૂ મકાનમાં દરોડા પાડી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે, તેમજ પોરબંદરના મીયાણી મરીન પોલીસ સ્ટેશન પાસે એક શખ્સને અટક કરતા દારૂની બોટલ મળી આવી હતી. મોકર ગામમાં એક અવાવરૂ મકાનમાં વિદેશી દારૂની બાતમીના આધારે દરોડો પાડી મકાનમાલિક સુકા વાલજી ટુકડીયાને વિદેશી દારૂની બોટલ નંગ 33, કિં. રૂા. 13,200 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. પુછપરછ દરમિયાન દારૂની હેરાફેરીમાં તેમનો સાથી ભીમજી ઉર્ફે ભીમા ઘેલા ટુકડીયા સંડોવાયેલ હોવાનું જણાવતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધ્યો છે. પોરબંદરના મીયાણી ચેકપોસ્ટ પાછળ રહેતો રાજુ રામા સોલંકીને પોલીસે મીંયાણી ચેકપોસ્ટ પાછળ કેનાલ જતા રસ્તા ઉપર અટક કરી તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -1 કિં. રૂા. 400 મળી આવતા પોલીસે ઝડપી લઈ ગુનો નોધ્યો છે.

34 બોટલ સહિત 13,600 નો મુદ્દામાલ કબ્જે

અન્ય સમાચારો પણ છે...