તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ગુજરાતની 22 બોટોની મુક્તિ માટે વિઝા આપવા પાક.નું ઉહું

ગુજરાતની 22 બોટોની મુક્તિ માટે વિઝા આપવા પાક.નું ઉહું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયદરિયાઈ સીમાથી પાક મરીન સિક્યુરીટી દ્વારા બોટોનું અપહરણ કરી જવામાં આવે છે અને બોટોને મુક્ત કરવામાં ઘણા સમયથી ‘તાતાથૈયા’ કરતા હોય તેમ બોટોને કે માછીમારોને મુક્ત કરવામાં આવતા નથી ત્યારે 22 બોટોને મુક્ત કરવા માટે માછીમારોનું એક ડેલીગેશન પાકિસ્તાન ગયું હતું ત્યારબાદ બોટોને પરત લાવવા માટે 8 માસ પૂર્વે અરજી કરવામાં આવી હતી તેમજ જે ડેલીગેશન પાકિસ્તાન જવાનું હતું તેના વિઝા માટે પણ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ હજી સુધી પાકિસ્તાન વિઝા આપવાની આનાકાની કરી રહ્યું છે.

ગુજરાત ડેલીગેશનનું સર્વેનું કામમાં બોટનું રીપેરીંગ કામ થયું અને પાકિસ્તાનની 22 બોટોને પરત લઈ આવવા અરજીઓ કરવામાં આવી હતી. 8 મહિના પહેલા વિઝા માટે પાસપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાન સરકાર દ્વારા કોઈપણ કાર્યવાહી અત્યારસુધીમાં કરવામાં આવી નથી. માછીમાર આગેવાન અનિલભાઈ મોતીવરસે જણાવ્યું હતું કે, ગુજરાતની 22 બોટોને મુક્ત કરવા માટે ડેલીગેશનના સર્વેમાં અધિકારીઓ સાથે 8 મહિના પહેલા અરજીઓ કરવામાં આવી હતી પરંતુ પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બોટો મુક્ત કરવામાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.

ડેલિગેશને બોટોને મુક્ત કરવા 8 મહિના પહેલા અરજી કરી હતી

અન્ય સમાચારો પણ છે...