પોરબંદરમાં રીક્ષાચાલકે યુવાનને હડફેટે લેતા ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડવાણાનીસીમમાં રહેતો માલદે નાગા ઓડેદરાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે, બખરલા ગામે રહેતો પાલા કરણ મોરીએ પોતાના હવાલાવાળી પ્યાગો રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી માનવજીંદગી જોખમાય તે રીતે પોરબંદરના જ્યુબેલી પુલ રોડ ઉપર ચલાવતા માલદેના મિત્ર રામા રાયદેના મોટરસાયકલને હડફેટે લઈ રામા અને મેરૂને નીચે પછાડી, શરીરમાં ઈજા પહોંચાડી રામાને પગમાં ફેક્ચર થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તેમજ મુળ રાવલના હાલ આદિત્યાણા દુદાભાઈના એરીયામાં રહેતા હીરા ભીમા ચૌહાણના કુટુંબી ભાઈના મોટરસાયકલને કોઈ અજાણ્યો ટ્રક જીજે 10 ટીવી 2112 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે રાણાવાવના આદિત્યાણા કાંકરીના એરીયામાં બાઈકચાલકને નીચે પછાડી હડફેટે લઈ ઈજા પહોંચાડી નાસી છૂટ્યો હતો.

રાણાવાવમાં ટ્રકચાલક યુવાનને હડફેટે લઈ છૂ

અન્ય સમાચારો પણ છે...