• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં તેલના ડબ્બા ઉધાર લેવા મુદ્દે એટ્રોસીટી સહિત 3 ફરિયાદ નોંધાઈ

પોરબંદરમાં તેલના ડબ્બા ઉધાર લેવા મુદ્દે એટ્રોસીટી સહિત 3 ફરિયાદ નોંધાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાસુતારવાડા વિસ્તારના એક વેપારી મહિલાના પતિને હેરાન કરતા હોય અને બાબતે મહિલા રજૂઆત કરવા ગઈ હતી, દરમિયાન દલિત આગેવાન વચ્ચે ઉધાર તેલના ડબ્બા આપવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. જેમાં વેપારીએ દલિત મહિલા અને અન્ય બે આગેવાનો વિરૂદ્ધ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

જયશ્રીબેન પ્રભુદાસ ગોહેલ નામની મહિલાના પતિને વેપારી ગોપાલ મજીઠીયા પરેશાન કરતો હોય, આથી જયશ્રીબેન બાબતે વેપારીને રજૂઆત કરવા ગયા હતા. સમયે સુમન બેચર ચાવડા અને બાબુભાઈ મકવાણા તેલના ડબ્બાની ખરીદી કરવા ગયા હતા. ત્યારે વેપારી અને મહિલા વચ્ચે ઝઘડો શરૂ થયો હતો આથી સુમન બેચર અને બાબુભાઈ મકવાણાએ ઝઘડો નહીં કરવા જણાવ્યું હતું. તેથી વેપારીએ મહિલા સહિત બન્ને દલિત આગેવાનોને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં વેપારી ગોપાલ મજીઠીયા સામે અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. તો સામાપક્ષે વેપારી ગોપાલભાઈ મજીઠીયાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, સુમન બેચર ચાવડા અને ઉધારમાં તેલના ડબ્બા લેવા માટે આવ્યા હતા અને તેમને ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. બનાવમાં વેપારી સહિત કુલ 4 વ્યક્તિ સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય એક બનાવમાં કેશોદનાં સુત્રેજ ગામે દલિતવાસમાં રહેતા વૃધ્ધ ઉગાભાઇ વેજાભાઇ મારૂ પાસે તેના પુત્ર સંજયે દારૂ પીવા માટે રૂપિયા માંગ્યા હતાં. પરંતુ ઉગાભાઇએ ના પાડતાં ઉશ્કેરાયેલા પુત્રએ તેમને શરીર પર લાકડીથી આડેધડ માર મારીને ઇજા પહોંચાડી હતી. બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી છે.

વેપારીએ દલિત આગેવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...